Today Gujarati News (Desk)
આજે નવસારીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરના મોભીએ જ બે દિકરી અને પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના રવાણીયા ગામમાં એક પરિવારના ચાર લોકોના મોત બાદ ગામમાં ચકચાક મચી છે. ઘરના મોભીએ પત્ની અને બે દિકરીઓને હત્યા કેમ કરી તે અંગે હજુ કારણ અકબંધ છે. આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના રવાણીયા ગામમાં થયેલી સામૂહિક આપઘાતની ઘટનામાં એક બાળકની ઉંમર 7 વર્ષની હોવાનું સામે આવ્યું છે, તો બીજી બાળકી 4 મહિનાની હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘરમાં જ બંને દીકરીઓની હત્યા કર્યા બાદ દંપત્તિ ગળો ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ આપઘાતનું કારણ પતિના લગ્નેત્તર સંબંધ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ પોલીસે મૃતદેહો કબજે લઈ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલાવી દીધા છે. હાલ વાંસદા પોલીસે આપઘાત કર્યા કારણોસર કર્યા તેની વધુ તપાસ હાથ ધરી છે.