Today Gujarati News (Desk)
આપણા શરીરમાં વિટામિન અને મિનરલ્સ ખુબજ જરૂરી છે. તો આજની લાઇફસ્ટાઇલને કારણે અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. લોકો વિટામિનની ઉણપ પૂરી કરવા માટે વિટામિન સપ્લીમેન્ટ્સ લેવાનો આગ્રહ રાખે છે. તબીબો અને આરોગ્ય નિષ્ણાતોના મતે શરીર માટે જરૂરી વિટામિન્સની ઉણપ દવાઓથી નહીં પરંતુ આહારથી પણ પૂરી થવી જોઈએ. તો એ પણ જાણવી જરૂરી છે કે, કયા ફળો અને શાકભાજીમાંથી વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળે છે.
આંખોને સ્વસ્થ રાખવા, ઇન્ફેક્શનથી બચવા, સોજાને દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન એઆપણા માટે ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે તમારે ખોરાકમાં વિટામિન Aથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ .વિટામિન A માટે ખોરાકમાં લીલા શાકભાજી, પાલક, કેપ્સિકમ, શક્કરિયા, ગાજર, પપૈયું, કેરી, દૂધ, દહીં અને ચીઝનો સમાવેશ કરો.
શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે વિટામિન બી ખુબ જ જરૂરી છે. વિટામિન બીના 8 પ્રકાર છે. વિટામિન B આંખો, ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરે છે. તો નર્વસ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન B ના કુદરતી સ્ત્રોત ઇંડા, સોયાબીન, ટામેટાં, અખરોટ, બદામ, ઘઉં, ઓટ્સ, ચિકન, માછલી, દૂધ છે.
વિટામિન-સી શરીરમાં પ્રોટીન જાળવી રાખે છે. તેના એન્ટીઑકિસડન્ટ ગુણને કારણે શ્વસન ચેપ અને ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. ડ્રાય સ્કિન, પેઢામાંથી લોહી નીકળવું, એનિમિયા, ઘા રૂઝાવવામાં વધારે સમય લાગવો, શુષ્ક વાળ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, સાંધામાં દુખાવો અને નબળા દાંત એ વિટામિન-સીની ઉણપના લક્ષણો છે.