Today Gujarati News (Desk)
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કે.કવિતાની આજે ઈડી લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેલંગાણામાં ભાજપ નેતાઓ પર પોસ્ટરના માધ્યમથી કટાક્ષ કરાયા છે. ખરેખર હૈદરાબાદમાં અનેક પોસ્ટર લગાવાયા છે જેમાં એ અલગ અલગ પાર્ટીઓના નેતાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમના પર ભાજપમાં જોડાયા બાદ કોઈ એજન્સીએ દરોડા પાડ્યા નથી.
પોસ્ટરના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. પોસ્ટરમાં એક તરફ બતાવાયું છે કે અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડનારા નેતાઓ પર હવે કોઈ કલંક નથી અને કોઈપણ દરોડા પડી રહ્યા નથી. બીજી બાજુ બીઆરએસ એમએલસી કે.કવિતાને પોસ્ટરમાં બતાવાયા છે અને તેમની છબિ સાફ દર્શાવાઈ છે.
હૈદરાબાદના માર્ગો પર લગાવેલા પોસ્ટરમાં કેન્દ્રીયમંત્રી અને એમપીથી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના હિમંતા બિશ્વ સરમા, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, પ.બંગાળના નેતા સુવેન્દુ અધિકારીનો ફોટો લગાવાયો છે. પોસ્ટરમાં બતાવાયું છે કે આ બધા નેતા ઈડી-સીબીઆઈની રેડ બાદ બીજી પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાઈ ગયા અને તેમના તમામ કલંક દૂર થઈ ગયા.
MLC #Kavitha akka will appear before the ED today in the Delhi Liquor Scam case, in the background, plexiglasses and hoardings are seen in #Delhi in support of @RaoKavitha akka saying #ByeByeModi
Former opposition party@KTRBRS @ysathishreddy pic.twitter.com/wbotQZJaDM
— NareshKTRS (@NareshKBRS) March 11, 2023