Today Gujarati News (Desk)
હાલમાં ડબલ ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી બાજુ શહેરમાં શરદી ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ડૉક્ટરોના કહ્યા પ્રમાણે હાલ મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના સરેરાશ 3500 કરતા વધારે દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા વાઈરલ ઈન્ફેક્શન બાબતે સતર્ક રહેવાની ડૉક્ટરે સલાહ આપી છે.
અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં સિવિલમાં રોજ સરેરાશ 3800 કેસ નોધાય છે. છેલ્લા દશ દિવસમાં આશરે 38000થી વધુ લોકોએ સારવાર લીધી છે. જેમા મોટાભાગના વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. ગત શનિવાર રવિવારનાં રોજ સરેરાશ 3500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં H1N1,કોવિડ અને વાયરલ ઈન્ફેક્શનના લક્ષણો જોવા મળી રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દર્દીઓએ સામાન્ય તાવ સમજી આવા કિસ્સામાં એન્ટીબાયોટીક લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી. કારણ કે તેની શરુઆત હાઈગ્રેડ ફીવરથી થાય છે. તેથી વાઈરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપી શકે નહી. અત્યારના સમયમાં શરદી-ખાસીમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને સારવાર લેવી જોઈએ.