Today Gujarati News (Desk)
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને યુવતીએ જાતે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પોસ્ટમોટ્મ રિપોર્ટએ તેની પોલ ખુલ્લી પાડી દીધી છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેન પવારએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 5મી માર્ચે બપોરના સમયે તે અને તેમના પતિ ઘરે હાજર હતા, તે દરમિયાન બે વાગ્યાની આસપાસ તેમની દીકરો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે અહીંયા આવો અને મને અહીંથી લઇ જાવ, મારા પતિ મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યા કરે છે. મારે તેમની સાથે રહેવું નથી. ફરિયાદીની તબિયત સારી ના હોવાથી તેમના પતિ દીકરીના ઘરે ગયા હતાં. જ્યાં પણ દીકરીએ તેમની સાથે આવવા માટે કહ્યું હતું. પરંતુ તેના પતિએ તેમને ઘરે જતાં રહેવા માટે કહીને તેમની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેમનો જમાઇ દીકરીને ઘરે મુકી જશે તેમ કહેતા તેઓ ઘરે આવી ગયા હતાં. જોકે, મોડી સાંજ સુધી જમાઇ દીકરીને મુકવા માટે ના આવતાં ફરીયાદીએ ફોન કર્યો હતો. પરંતુ બંન્નેના ફોન બંધ આવતા હતાં. જેથી તેઓ જમીને સૂઇ ગયા હતાં.