Today Gujarati News (Desk)
કોરોના મહામારી બાદ દેશભરમા ખૂબ ઝડપી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ. અત્યારે દેશમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતે AIIMSના પુર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે H3N2 ઈન્ફ્લુએન્ઝા કોવિડની જેમ ફેલાઈ રહ્યો છે. આ રોગથી બચવું ખૂબ જરુરી છે. અને તેમા પણ ખાસ કરીને ઉંમરલાયક લોકોને સાચવવાની જરુર છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ આ વિશે માહિતી આપતાં કહ્યું કે H3N2 ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ વાઈરસ (ટીપા) બુંદ દ્વારા ફેલાય છે. તેમણે કહ્યુ કે વર્તમાન સમયમાં અમને H3N2 ઈન્ફ્લુએન્ઝામા કેસમા મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેના મુખ્ય લક્ષણોમાં ખાસ કરીને તાવ આવવો, ગળામાં ખારાશ, શરીરમાં દુખાવો અને નાકમાથી પાણી નિકળવુ તે મુખ્ય લક્ષણો છે. આ એક પ્રકારનો H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઈરસ છે. તેમણે કહ્યું કે H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઈરસ આ દિવસોમાં દર વર્ષે જોવા મળે છે. આ એક એવો વાઈરસ છે કે તેના લક્ષણોમાં આપો આપ ફેરફાર થાય છે. જેને આપણે એન્ટિજેનિક ડ્રિફ્ટ કહીએ છીએ. આ ગંભીર રોગ છે, અને સાવચેતી રાખવી ખૂબ જરુરી છે.ડૉ. ગુલેરિયાના કહેવા પ્રમાણે H3N2 ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ આ ખૂબ ગંભીર છે, અને સાવચેતી રાખવી જરુરી છે. અને તેમા સૌથી વધારે ચિંતાનો વિષય એ છે કે અત્યારે હોસ્પિટલમાં ભરતી થયેલા લોકોમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. અને આ વાઈરસમાં દર વર્ષે થોડો બદલાવ આવે છે. તેમણે કહ્યુ કે અત્યારે લોકો માસ્ક પહેરતા નથી અને ભીડભાડ વાળી જગ્યા પર જઈ રહ્યા છે તેથી આ રોગ વધુ ફેલાય તેવી શક્યતા છે. આ એક વાઈરલ રોગ છે અને તે સરળતાથી એકબીજામાં ફેલાય છે. જેથી સામાજીક અંતર જાળવવાની સલાહ છે. અને શ્વાસ દ્વારા પણ આ રોગ ફેલાઈ શકે છે. તેમજ છીંક આવે ત્યારે મોં ઢાંકવું ખાસ જરુરી છે.
તેમણે કહ્યુ કે આ રોગથી બચવા માટે હાલના સમયમાં લોકોએ માસ્ક પહેરવુ જોઈએ, વારંવાર હોથ ધોવા જોઈએ અને શારીરિક અંતર જાળવવુ જોઈએ. માટે અત્યારે લોકોની ભીડ વધારે હોય તેવી જગ્યા પર જવાનું ટાળવુ જોઈએ. તેમજ શ્વાસ દ્વારા આ રોગ ફેલાય છે. આ ઉપરાંત છીંક આવે ત્યારે મોં ઢાંકવું ખાસ જરુરી છે. અને આ વાઈરસ સંક્રમિત સપાટી પર સ્પર્શવાથી પણ ફેલાઈ શકે છે.