Today Gujarati News (Desk)
મેઘાલયમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને ભાજપે સમર્થન આપ્યું છે, જેને લઈને કોંગ્રેસે વીડિયો શેર કરી આકરા પ્રહારો કર્યા છે. સોમવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કોનરાડ સંગમા પર આકરા પ્રહારો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે, ‘જ્યારે હું લોકોની વાત સાંભળું છું, તો મને ખુબ જ દુઃખ થાય છે. લોકો કહે છે કે, નાણાં ખર્ચ થયા પણ ન રસ્તા બન્યા, ન સ્કુલ-કોલેજ બની, ન હોસ્પિટલ બની… તો પછી તે નાણાં ક્યાં ગયા ?’
I should gave added that BJP Washing Machine is now running full speed https://t.co/fOFUNirrty
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 6, 2023
વીડિયોને શેર કરી જયરામ રમેશે લખ્યું કે, થોડા દિવસો પહેલા PM મોદી અને ગૃહમંત્રી અનુસાર મેઘાલયમાં કોનરાડ સંગમાની સરકાર સૌથી ભ્રષ્ટ હતી. હવે નિશ્ચિતપણે મને લાગે છે કે, ભાજપને ભૂલવાની બિમારી છે. મેઘાલય શ્રેષ્ઠતાનું હક્કદાર છે. જોકે બાદમાં જયરામ રમેશે પોતાની આ ટ્વિટને રિ-ટ્વિટ કરતા લખ્યું કે, ‘મારે એ જોડવાની જરૂર હતી કે, બીજેપી વોશિંગ મશીન સંપૂર્ણ ગતીએ ચાલી રહી નથી.’
મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘હું શ્રી કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અભિનંદન આપુ છું. મારા મિત્ર, સ્વર્ગિય શ્રી પીએ સંગમાને ખુબ જ ગર્વ થાત. મેઘાલયની પ્રગતિ માટે એક સાથે કામ કરવાનું યથાવત્ રાખવાની આશા વ્યક્ત કરું છું.’