Today Gujarati News (Desk)
ED has conducted searches and survey at 15 locations in Nagpur & Mumbai in relation to the investment fraud by Pankaj Mehadia, Lokesh & Kathik Jain. Unaccounted jewellery worth Rs 5.51 Crore and cash of 1.21 Crore has been seized. Further investigation is going on. pic.twitter.com/HS4AUaMh1t
— ED (@dir_ed) March 6, 2023
મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ મુંબઈ અને નાગપુરમાં અલગ-અલગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સર્વે દરમિયાન પંકજ મેહડિયા, લોકેશ અને કથિક જૈન દ્વારા કરવામાં આવેલી રોકાણની છેતરપિંડી સંદર્ભે સર્વેક્ષણ હાથ ધરાયું હતું. અત્યાર સુધીમાં રૂ. 5.51 કરોડના બિનહિસાબી ઘરેણાં અને રૂ. 1.21 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હાલ હજુ આગળની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, કથિત કૌભાંડના મુખ્ય આરોપી પંકજ મેહડિયા, લોકેશ જૈન અને કાર્તિક જૈનના ઘરો અને ઓફિસો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય લાભાર્થીઓની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર પણ છાપેમારી કરવામાં આવી હતી. આ છાપેમારી દરમિયાન રૂ. 5.51 કરોડની કિંમતના સોના અને હીરાના આભૂષણો, આશરે રૂ. 1.21 કરોડની રોકડ રકમ, ડિજિટલ ઉપકરણો અને વિવિધ ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.