Today Gujarati News (Desk)
ભારતમાં હોળીના પર્વનું અનોખું મહત્વ રહેલું છે. દેશના દરેક ગામના મોટા ભાગના ચોકે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીના તહેવાર પર સાંજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો જાહેર રસ્તા પર ખાડા ખોદી હોલિકા દહન કરતા હોય છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે AMC દ્વારા માટીની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવશે
જેને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. તેમજ હોલિકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જોઇએ. કારણ કે રસ્તાઓ પર ખાડા કરવાની જાહેર રસ્તાને નુકશાન થાય છે. ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે, જ્યાં પણ માટીની જરૂરિયાત હશે તો AMC દ્વારા પૂરી પવાડમાં આવશે.
AMCની માલિકીના પ્લોટમાં જઇ હોલિકા દહન કરવાનું આયોજન કરવું
વઘુમાં ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, જાહેર રસ્તાઓ પર ખાડા કરવાના બદલે જરૂર લાગે તો આસપાસની સોસાયટીઓ એક સાથે AMCની માલિકીના પ્લોટમાં જઇ હોલિકા દહનનું આયોજન કરવું જોઇએ. આ રીતની પ્રક્રિયા ઘણી સોસાયટીઓ પહેલેથી જ અનુસરી રહી છે.