Today Gujarati News (Desk)
રાજ્યમાં ચર્ચાસ્પદ બોગસ PSI મયુર તડવી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગઈકાલે રાતોરાત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્સ કરવામાં આવ્યા છે. PSI ભરતીનું વેરિફિકેશન કરનાર SRPના ચાર પોલીસમેન સસ્પેન્ડ થયા છે. આ કેસની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.
બોગસ PSI કેસમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિગ લઈ રહ્યો હતો. આ મામલે હવે તંત્ર દ્વારા રાતોરાત કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં 4 ADIને અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિવાદ મામલે જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ વિવાદાસ્પક મામલાની તપાસ ગાંધીનગર એલસીબી કરી રહી છે. આ કેસમાં અગાઉ મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.
ગુજરાતમાં મયુર તડવી નામના શખ્સે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તેણે એસટી ઉમેદવારની યાદિમાં વિશાલ રાઠવાના નામ સાથે છેડછાડ કરીને પોતાનું નામ લખી દીધુ હતું. ટ્રેનિંગ દરમિયાન વેરિફેકશન સમયે ગૃહ વિભાગમાંથી આવેલી યાદી સાથે વેરિફાઈ કરવામાં આવી ન હતી અને માત્ર કોલ લેટર જોઈને જ અંદર જવા દેવામાં આવ્યો હતો. ખોટો કોલ લેટર રજૂ કરીને મયુર તડવી ટ્રેનિંગ લઈ રહ્યો હતો.