Today Gujarati News (Desk)
જિલ્લાના રાજુલામાં નવો બની રહેલો નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આ ઘટના બની છે. બ્રિજ તૂટતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. પ્રત્યક્ષદર્શીએ આ બ્રિજ તૂટવાનો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે બ્રિજ તૂટતા અનેક સવાલ ઊભા થયા છે કે, હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે? કામગીરી ચાલુ હતી તો બ્રિજ કેવી રીતે તૂટી શકે? બ્રિજ તૂટ્યો તો હવે જવાબદાર કોણ? અનેક સવાલ ઊભા થયા છે. નવો બ્રિજ શરૂથાય તે પહેલાં જ ધરાશાયી થઈ ગયો છે. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ દાંતરડી બ્રિજ તૂટવા મામલે ટેક્નિકલ ભૂલ હોય તેવું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગર્ડરને લોક કર્યા વગર જ ટેકા ખેંચી લેતા બ્રિજ તૂટ્યો હતો. જો કે, હજુ નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.