Today Gujarati News (Desk)
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં એક નવો ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં પહેલી વાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાતી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાનીને ભાજપ અને એનડીપીપી ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે લોજપાની અજેતો ઝિમોમીને 1536 વોટથી માત આપી છે. આ ઉપરાંત એનડીપીપી અને ભાજપ ગઠબંધનની એક અન્ય મહિલા ઉમેદવાર સલહૂતુનૂ ક્રુસેએ પશ્ચિમી અંગામી સીટથી જીત નોંધાવી છે. તેમણે અપક્ષ ઉમેદવાર કેનેઝાખો નખરોને 12 વોટથી મામૂલી અંતરથી હરાવ્યા છે.રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી હતી. હેકાની તેમાંથી એક હતી. ચૂંટણી દરમિયાન હેકાનીનો પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી નેફ્યુ રિયો સાથે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા પણ પહોંચ્યા હતા.
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ 60 સીટ માટે સામે આવેલા રુઝાન અનુસાર એનડીપીપી 24 સીટો પર લી઼ડમાં છે. તેમના ગઠબંધન સહયોગી ભાજપ 12 સીટ પર આગળ છે. એનડીપીપીએ 40 અને ભાજપે 20 સીટ પર ચૂંટણી લડી હતી.