Today Gujarati News (Desk)
હાલમાં ડબલ સિઝનને કારણે અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં સરકારી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, બળતરા તેમજ ન્યુમોનિયા સહિતના અનેક કેસ નોંધાયા છે. ડોક્ટર જણાવ્યા મુજબ શહેરમાં હાલ 30 ટકા સુધીથી વધુ અલગ-અલગ બીમારીના કેસમાં વધારો નોંધાયો છે. તો આ બાજુ ગરમી શરૂ થતા ટાઈફોડના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં સરકારી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, બળતરા તેમજ ન્યુમોનિયા સહિતના અનેક કેસ નોંધાયા છે. જેમા શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપેલ માહિતી પ્રમાણે છેલ્લા દસ દિવસમાં જનરલ ઓપીડીના કુલ 33,323 દર્દીઓએ સારવાર લીધી છે. જ્યારે તેમાંથી 3145 દર્દીને દાખલ કરીને તેમને સારવાર આપવામાં આવી હતી. આ 33 હજાર દર્દીઓ પૈકી 5593 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા હતા.
શહેરની સિવિલ હોસ્પીટલમાં ફેબ્રુઆરી મહિનાના ટોટલ 133 કેસ ડાયરિયાના હતા. તેમજ ન્યુમોનીયાના 61 કેસ નોધાયા હતા. જ્યારે કોલેરાનો 1, મગજના તાવના 4, ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા હતા. જ્યારે 112 કેસ બાળકોમાં ઝાડા-ઉલટી થયાના કેસ નોધાયા હતા. તો આ બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપેડીમાં પણ બે દિવસમાં 1200 થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા અઠવાડિયામાં 1371 કેસ આવ્યા હતા. જેમાંથી 25 ટકા ઇન્ફેક્શનના કેસ નોધાયા હતા. તેમજ સોલા સિવિલમાં છેલ્લા બે દિવસની ઓપીડીમાં 1500 થી વધારે કેસ નોધાયા હતા. આ ઉપરાંત એક 17 વર્ષની ઉંમરના કિશોરને સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યો છે.