Today Gujarati News (Desk)
જો તમારે પૈસાની જરૂરિયાત છે અને તમે તમારી LIC Policy પુરી થયા પહેલા જ પોતાના પૈસા ઉપાડવા માગો છો, તો તમે હવે આ કામ સરળતાથી કરી શકશો. એ માટે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે LIC તરફથી તમને પોલિસી સરેન્ડર કરવાની સુવિધા આપવામાં આવે છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે તમે પોલિસી કઈ રીતે સરેન્ડર કરી શકો છો અને એમાં તમને કેટલા રૂપિયાનો ફાયદો થશે. જો તમે પણ LICની પોલિસી લીધી છે અને તમે તેને સરેન્ડર કરવા માગો છો, તો તે પોલિસી આપ સરળતાથી સરેન્ડર કરી શકો છો. પરંતુ તે માટે અમુક નિયમો ફોલો કરવા જરૂરી છે. LIC પોલિસી તમે 3 વર્ષ બાદ જ સરેન્ડર કરી શકો છો. અને જો 3 વર્ષ પહેલા સરેન્ડર કરો તો તમને કોઈ પૈસા મળતા નથી.
જો તમે LIC પોલિસી સરેન્ડર કરવા માગો છો, તો કરી શકો છો. જો તમે 3 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યુ હોય તો જ તમે તમારી પોલિસી સરેન્ડર કરી શકો છો. આ પહેલા તમે તમારી પોલિસી સરેન્ડર કરી શકતા નથી. અને તેમ છતાં પણ જો તમે પોલિસી બંધ કરાવવા માગો છો, તો તમને કોઈ પૈસા મળશે નહીં.
જો તમે એવું વિચારતા હોય કે પોલિસી સરેન્ડર કરવાનું ખૂબ જ સરળ છે, તો એવું નથી. આવું કરવાથી તમારે ઘણું નુકશાન વેઠવું પડી શકે છે. જો તમે પુરા 3 વર્ષ સુધી પૈસા ભર્યા છે, તો તમને તેમાંથી માત્ર 30 ટકા જ પૈસા મળશે. તેમાં તમને કોઈ વ્યાજ કે કોઈ બોનસ આપવામાં નથી આવતું. માત્ર તમે ભરેલા પૈસા જ તમને પરત મળશે.
પોલિસી સરેન્ડર માટે જરૂરી દસ્તાવેજ
>> LIC પોલિસી સરેન્ડર ફોર્મ નંબર 5074
>> બેંકની માહિતી
>> આધારકાર્ડ
>> પાનકાર્ડ