Today Gujarati News (Desk)
હરિયાણાના ગુરૂગ્રામમાં G-20 સંમેલનને લઈને સુંદરતા વધારવા માટે લગાવેલા ફુલોના પોટ્સની ચોરી થઈ છે. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિક ગુરૂગ્રામના શંકર ચોકનો છે. આ ક્લિકમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એકબાદ એક ફુલ પોટ્સને ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર વીઆઈપી નંબર પ્લેટવાળી છે, જેની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે. ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઈઓ એસકે ચહલે આ મામલે કાર્યવાહી કરવાનું કહ્યું છે. ન્યૂ
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878