Today Gujarati News (Desk)
વર્ષો બાદ માંડવી બંદરે કચ્છનું પ્રથમ મહાકાય બાર્જ જહાજ છેલ્લા એક વર્ષથી આકાર પામી રહ્યું છે. આ જહાજ 1000 ટન લોખંડમાં બની રહ્યું છે. ખાસ વાત એ છે કે આ જહાજમાં તમામ વસ્તુઓ મેડ ઈન ઇન્ડિયા વાપરવામાં આવી છે. 25 થી 30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી બની રહેલા આ જહાજને અનેક ખાસિયતો છે. જેમાં 46 ફૂટ પહોળાઇ, 50 ફૂટ ઊંચાઇ, 256 ફૂટ બાર્જની લંબાઇ, 600 હોર્સપાવરના બે એન્જિન, 3 હજાર ટન માલવાહન ક્ષમતા આમ તો લાડકાનાં મોટા જહાજમાં 1500 ટન માલ પરિહન થાય છે. પરંતુ આ મહાકાય જહાજમાં 2500 ટનથી 3000 ટન માલ પરિવન કરી શકશે. કચ્છમાં પ્રથમ વખત બનતા લોખંડના જહાજ વાત કરતા સાઈડ સુપરવાઈઝર ઉદયસિંઘે કહ્યું હતું. આ જહાજની કિંમત અંદાજીત 25-30 કરોડ થાય છે. કચ્છના લોકોના રોજગારી તેમજ કારીગરો જે હાર્ડવર્ક વડે આત્મનિર્ભર બની શકે. એક સમયે 84 દેશના વાવટા ફરકતા હતા એ માંડવીમાં બંદરે બનાવાયેલા જહાજવાડામાં એક પણ જહાજ ન બન્યું પણ કચ્છનું સૌપ્રથમ મહાકાય બાર્જ આકાર લઇ રહ્યું છે, જે એક ઇતિહાસ બની રહેશે. આ બાર્જ ખાનગી કંપની દ્વારા બનાવાઇ રહ્યું છે. કચ્છનું સૌપ્રથમ લોખંડનું મહાકાય બાર્જ જહાજ આકાર લઇ રહ્યું. કચ્છના માંડવી બંદરે 2500 ટન માલવહન ક્ષમતા ધરાવતા આ બાર્જની લંબાઇ 256 ફૂટ, પહોળાઇ 46 ફૂટ અને ઊંચાઇ 50 ફૂટ જેટલી છે અને આ મહાકાય બાર્જ બનાવવા માટે 12થી 15 એએમની પ્લેટ સાથે 1000 ટન જેટલા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યું છે . આ મહાકાય બાર્જને ચલાવવા 600 હોર્સપાવરના બે એન્જિન મૂકવામાં આવશે છેલ્લા દોઢ વર્ષથી આ મહાકાય જાહેર આકાળ પામી રહ્યું છે આ જહાજ ને ઉભો કરવા માટે 100 થી પણ વધુ મજૂરો કામ કરો રહ્યા છે. ખાસ વાત એ છે કે બધાએ જોયું હશે કે મોટા મોટા જહાજો લાકડાના બનતા હોય છે અને જહાજ બનવા માટે કોઈક ના કોઈક વસ્તુ વિદેશથી મંગાવી પડતી હોય પરંતુ માંડવી બંદરે બની રહેલ આ મહાકાય જહાજમાં તમામ વસ્તુ ભારતની વાપરવામાં આવી છે અને આ જહાજ થોડા દિવસમાં બની અને તૈયાર થઈ જશે.