Today Gujarati News (Desk)
દેશમાં લગ્નની સિઝનમાં જો તમે સોનુ-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં જો તમારે સોના-ચાંદીમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો અત્યારે આ સારામા સારો સમય છે. જેથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તો જાણો તમને અત્યારે શુ ભાવમાં મળી રહ્યુ છે સોના -ચાંદી.
દેશમાં આજે 24 કેરેટ સોનાની કિંમત આજે ફરી 0.45 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 55710 રુપિયા નીચેની સપાટી પર જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 51030 રુપિયા થઈ ગઈ છે. તો આ બાજુ ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં આજે 1200 રુપિયા એટલે કે 1.87 ટકા ઘટીને 63100 રુપિયા પ્રતિકિલોનો ભાવ જોવા મળ્યો હતો. આટલો ભાવ ઘટતા નિષ્ણાતોના મંતવ્ય પ્રમાણે અત્યારે ચાંદી ખરીદવા માટેનો બેસ્ટ સમય ગણાય છે. હવે વધુ ભાવ ઘટવાની શક્યતા નથી. આજે દેશમાં સોના ચાંદીના ભાવ આ પ્રમાણે જોવા મળ્યા હતા.
દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 56170 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 51500 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો.
મુંબઈમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 56020 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 51350 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો.
ચેન્નઈમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 52285 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 47927 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો.
કોલકતામાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 56020 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 51350 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો.