Today Gujarati News (Desk)
સ્માર્ટફોન જગતમાં સૌથી મોટો બદલાવ કેલિફોર્નિયાની ટેક કંપની એપ્પલ લઈને આવી હતી… એટલું જ નહીં સૌપહેલા સ્માર્ટફોનનો પાયો નાખનાર કંપની iPhoneને મનાય છે. ફરી એકવાર આ કંપની નવું ઈનોવેશન કરવા જઈ રહી છે. iPhone 15 સિરિઝના સૌથી મોંઘા મોડલમાં કોઈ ફિઝિકલ બટન ન હોવાના સંકેતો મળ્યા છે. ભવિષ્યમાં અન્ય મોડલ્સ સાથે પણ આ ટ્રેન્ડ ફોલો કરવામાં આવી શકે છે.એપ્પલે આ વર્ષે નવો iPhone 15 સિરિઝ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન તે અગાઉ iPhone 15થી જોડાયેલ કેટલીક માહિતી સામે આવી છે. માહિતી મુજબ સંકેત મળ્યા છે કે સૌથી પાવરફુલ iPhone 15 Pro Maxની બોડી વર્તમાન iPhones કરતા જાડી હશે પરંતુ તેમાં કોઈ ફિઝિકલ બટન આપવામાં આવશે નહીં.
એપ્પલ કરાવશે સેમસંગનો અહેસાસ…
ભૂતકાળમાં એવી અટકળો હતી કે iPhone 15 Pro Max 2500nitsની પીક બ્રાઈટનેસવાળા ડિસ્પ્લેનો ઉપયોગ કરશે, જે સેમસંગ દ્વારા સપ્લાય કરવામાં આવશે. ઉપરાંત iPhone 15 Pro Maxમાં પેરિસ્કોપ ફોલ્ડિંગ ઝૂમ કેમેરા મળી શકે છે. જો કે સિરિઝના અન્ય મોડલ્સમાં આ કેમેરા સેન્સર નહીં મળે. કંપની દ્વારા ડિવાઈસની રેમ વધારવામાં આવશે.
ફિઝિકલ બટન હટાવી Apple શરૂ કરશે નવો ટ્રેન્ડ
Apple લાંબા સમયથી તેના iPhone મોડલ્સમાં ઓછામાં ઓછા પોર્ટ અને બટન આપવા માંગે છે. સ્ટીવ જોબ્સ પોતે પણ ઈચ્છતા હતા કે યુઝર્સને iPhone સાથે એક સોલિડ ડિવાઈસ એક્સપીરિયન્સ મળે. હવે ફિઝિકલ બટનોને બદલે સોલિડ-સ્ટેટ બટનનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે તેને દબાવી શકાશે નહીં અને ટચ કરવાથી હેપ્ટિક ફીડબેક મળશે.
બટનવાળા ફોન બની જશે ભૂતકાળ
વાસ્તવમાં Apple દ્વારા ફિઝિકલ બટન વગરનો ફોન બજારમાં આવે ત્યારે અન્ય બ્રાન્ડ્સ પણ આ ટ્રેન્ડને ફોલો કરી શકે છે. ફોનમાં કોઈપણ બટન ન હોવાથી તેની મજબૂતી પર સીધી અસર થશે. મજબૂત ફ્રેમ સાથે ડિસ્પ્લે વધુ ટકાઉ બનશે, એટલું જ નહીં પણ ભેજ અથવા ધૂળને કારણે ફોનને નુકસાન થવાની સંભાવના પણ ખૂબ ઘટી જશે.