Today Gujarati News (Desk)
આજે વિધાનસભાના સત્રમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું વિધેયક બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોંગ્રેસે વિરોધ કર્યો આમ આદમી પાર્ટીનું સમર્થન
વિધાનસભામાં આ બિલ પસાર થયા બાદ હવે ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવાયો છે. એક ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને હવે નિયમિત કરવામાં આવશે.કોંગ્રેસે બિલની મુદ્દતમાં ધારો ત્યારે વધારો કરી શકવાની કલમનો વિરોધ કર્યો છે. જો કે આમ આદમી પાર્ટીએ આ બીલને સમર્થન આપ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
બાંધકામને નિયમિત કરવાની તક મળવી જઈએ
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા સુધારા વિધેયક પાસ થયા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, જરૂર પ્રમાણે બાંધકામને નિયમિત કરવાની તક મળવી જઈએ, સરકારને લાગે ત્યાં સુધી અવધી વધારી શકે માટે એ માટે આ બિલ હતું પણ વિપક્ષનો આગ્રહ હતો કે એક અવધિ નક્કી થાય.