Today Gujarati News (Desk)
આજે સુરત એરપોર્ટ પર બર્ડ હિટનો બનાવ બન્યો છે. સુરત એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટને પક્ષી અથડાઈ જતા ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જઈ રહેલી ફ્લાઈટને બર્ડ હિટ થતા ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરો સહિત 50 મુસાફરો હતા.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડીંગ
આજે ઈન્ડિગોની એક ફ્લાઈટ સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જવાના સુરત એરપોર્ટ પરથી રવાના થઈ હતી. જોકે આ દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટને અચાનક પક્ષી અથડાઈ ગયું હતું, જેના કારણે આ ફ્લાઈટનું અમદાવાદના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે.
તમામ મુસાફરોને અન્ય ફ્લાઈટમાં દિલ્હી મોકલાયા
સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જનારી આ ફ્લાઈટમાં ક્રુ મેમ્બરો સહિત 50 મુસાફરો હોવાના અહેવાલ મળ્યા છે. આ ફ્લાઈટ અમદાવાદમાં એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડીંગ થયા બાદ તમામ ક્રુ મેમ્બરો સહિત મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે આ ફ્લાઈટના તમામ મુસાફરોને ઈન્ડિગોની ફ્લાઈટમાં સુરક્ષિત ઉતારાયા છે અને ત્યારબાદ તમામ મુસાફરોને દિલ્હી અન્ય ફ્લાઈટમાં મોકલાયા છે.