Today Gujarati News (Desk)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ જોયાલુકકાસ જ્વેલરી ચેનના માલીક સામે મોટી કાર્યવાહી કરી હોવાની ઘટના સામે આવી છે. EDએ શુક્રવારે મોટી કાર્યવાહી કરી હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફરથી જોડાયેલા ફેમા કેસમાં જોયાલુકકાસ જ્વેલરી ચેઈનના માલિકની 305 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલ્ફાજિયો લિમિટેડથી સંબંધિત 16 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ્સ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ED દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.
જોયાલુકકાસ IPO લાવવાની તૈયારીમાં હતી, જોકે…
ઉલ્લેખનિય છે કે, જ્વેલરી કંપની જોયાલુકકાસ IPO લાવવાની તૈયારીમાં હતી, જોકે કંપનીએ IPO લાવવાના નિર્ણયને ફરી ટાળ્યો હતો. એટલે કે જોયાલુકકાસ ભારતનો IPO હવે આવશે નહીં. કંપની 2300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં હતી. ગત વર્ષે માર્ચ 2022માં કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. હવે સેબી વેબસાઈટ પરના જોવા મળેલા ડોક્યુમેન્ટ મુજબ કંપનીએ આ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચી લીધો છે. જોયાલુકકાસના પ્રોસ્પેક્ટ્સ મુજબ IPL દ્વારા એકત્રિત કરાયેલા નાણાંનો ઉપયોગ કેટલીક લોન ચુકવણી માટે તેમજ નવા સ્ટોર્સ ખોલવા માટે કરવાનો હતો. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં પણ Joyalukkas Indiaએ IPO લાવવાના નિર્ણયને ટાળ્યો હતો. તો આ વખતે પણ કંપનીની IPO લાવવાની યોજના પર પાણી ફરી વળ્યું છે.