Today Gujarati News (Desk)
ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી રેલી 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે અગ્નિવીર ભરતીમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો યુવાનોને ઘણો ફાયદો થઈ શકે છે. ITI પ્રમાણપત્ર અને ડિપ્લોમા ધારક યુવાનો પણ અગ્નિવીર ભરતી 2023 માટે અરજી કરી શકે છે.
ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી 2023 માટે યોગ્યતા માટે માપદંડમાં ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, હવે પ્રિ સ્કિલ્ડ યુવાનો પણ અગ્નિવીર બની શકશે. ITI પ્રમાણપત્ર અને ડિપ્લોમા ધારક ઉમેદવારો ટેકનિકલ શાખા માટે અરજી કરી શકે છે. તેનો હેતુ પ્રિ સ્કિલ્ડ યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને તાલીમ માટે લાગતો સમય ઘટાડવાનો પણ છે.
અગ્નિવીર ભરતી રેલી માટે 15 માર્ચ સુધીમાં કરો નોંધણી
અગ્નિવીર ભરતી રેલી 2023 માટે નોંધણી 16 ફેબ્રુઆરીથી ચાલી રહી છે. સેનામાં જોડાવા ઈચ્છતા અપરિણીત પુરુષ ઉમેદવારો 15 માર્ચ સુધીમાં સેનાની વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિવીર ભરતી પસંદગી કસોટી 17મી એપ્રિલે યોજાશે. આ વખતે સૈન્ય પહેલા લેખિત કસોટી કરશે, ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવશે.
અગ્નિવીર ભરતી માટે કોણ અરજી કરી શકે છે?
આપવામાં આવેલી સૂચના મુજબ, અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ્સ) માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું આવશ્યક છે. ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર)ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 8મું-10મું પાસ અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (ઓલ આર્મ્સ) માટે, ઉમેદવારોએ વિજ્ઞાન પ્રવાહ (ભૌતિક, રસાયણશાસ્ત્ર અને ગણિત)માંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ, 12માં 50% માર્કસ હોવા જોઈએ, ITI સાથે વિજ્ઞાન પ્રવાહમાં 12મું પાસ.