Today Gujarati News (Desk)
ગીર સોમનાથમાં આવેલા ધોકડવા ગામમાં જાહેર Ac શૌચાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. લોકપ્રિય ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના હસ્તે આ શૌચાલયને ખુલ્લું મુકાવામાં આવ્યું હતું. આ એ.સી. શૌચાલય માટે 50 ટકા સરકારી ગ્રાન્ટ અને 50 ટકા રૂપિયા સરપંચે ખર્ચ કર્યા હતા. જેથી કુલ 6 લાખમાં એ.સી.શૌચાલયને તૈયાર કરવામાં આવ્યું છે.
ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય
છેલ્લા કેટલાક વર્ષોથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરેક ગામોમાં ઘરે ઘરે શૌચાલય નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા આવી રહ્યા છે અને મોટાભાગે ગુજરાતમાં પણ ઘરે ઘરે શૌચાલય નિર્માણ પામ્યા છે. ગીર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું છે. કદાચ ગુજરાતનું પ્રથમ એવું ગામડું જશે જ્યાં જાહેર શૌચાલય Ac સહિત સંપૂર્ણ સુવિધા યુક્ત હોય. આ શૌચાલય ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતના આ ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું હતુ.ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું છે. આ શૌચાલયમાં એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલું જ નહિ બહાર પીવાનું શુદ્ધ R.Oનું ઠંડુ પાણી માટેની પણ વ્યવસ્થા કરાય છે. ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બાંભણીયા એ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે. જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે અને બાકી ના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિ એ પોતાના ખીચા માંથી ખર્ચ કર્યા છે.