Today Gujarati News (Desk)
ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને તેમાં પણ સુરત સુરક્ષિત હોવાની પોલીસ મોટી મોટી વાતો કરતી હોય છે તે વચ્ચે પોલીસની નિષ્ક્રિયતાને લઈને અસમાજિક તત્વો બેફામ બન્યા છે કે, કોઈ વ્યક્તિને જાહેરમાં તાલેબાની સજા આપતા હોય છે સતત આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે વધુ એક વીડિયો સુરતના અમરોલી વિસ્તારમાંથી વાયરલ થતાની સાથે જ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે
સુરતમાં અસમાજિક તત્વો બન્યા બેફામ
ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત એટલે કે, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીનું શહેર આ શહેરમાં કાયદાની પરિસ્થિતિ સુધારવા માટે સતત પોલીસ પ્રયાસો કરતી હોય છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને લઈને જાણે સુરતમાં ગુનેગારોને સૌથી મોટો હોય તેવું લાગી રહ્યું છે સતત પોલીસની નિષ્ક્રિયતા ને લઈને અસામાજિક તત્વો લોકોને જાહેરમાં માર મારતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે અસમાજિક તત્વો એટલી હતી બેફામ બન્યા છે કે જાહેર રોડ પર ઘાતક હથિયારો સાથે પણ ફરતા હોય છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાની સાથે સુરત શહેર ફરી ચર્ચામાં આવ્યું છે.સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આ વાતમાં રહેતા એક યુવકને કેટલાક વ્યક્તિઓ જાહેરમાં ડંડા વડે ફટકારતા હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અસામાજિક તત્વો એક યુવકને જાહેરમાં માર મારી સજા આપતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે જોકે અહીંયા અટકતું નથી આ યુવકને ત્રણ જેટલા લાકડીના ડંડા માર્યા બાદ હાથથી પણ તેને માર મારવામાં આવે છે અને મારનાર યુવક ભોગ બનાર યુવક પાસે પગે પડાવી માફી પણ માંગતો જોવા મળે છે એટલે કે આ વિસ્તાર અસામાજિક તત્વો નો અડધો બની ગયો છે.