Today Gujarati News (Desk)
વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ આ હત્યાનો અંજામ આપ્યો હતો. જુબેર પટેલ રોજગારી માટે જંબુસરથી આફ્રિકા ગયો હતો.
જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં યુવક મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં નીગ્રો લૂંટારુઓ લૂંટ કરવા માટે ત્રાટક્યા હતા. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોને ધમકાવી બાનમાં રાખવા નીગ્રો લૂંટારુએ બંદૂક બતાવી હતી. આ દરમ્યાન નાસભાગ મચી જતા ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં જુબેરને ગોળી વાગી જતા તે ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દ્વારા જાવેદને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
યુવકના પરિવારમાં માતમ છવાયો
પરિવારને વતનમાં છોડી જાવેદ પટેલ વિદેશની ધરતી ઉપર રોજગારી માટે ગયો હતો. સારા ભવિષ્યના નિર્માણ માટે વતનથી સેંકડો કિલોમીટર દૂર ગયેલા જાવેદની હત્યાના સમાચાર મળતા જંબુસર પંથકમાં અને યુવકના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.
સમયાંતરે આફ્રિકામાં ભારતીય યુવાનો નિગ્રોના હુમલાનો શિકાર બનતા રહે છે. ઘણા લોકોએ આ હુમલાઓમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.