Today Gujarati News (Desk)
અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 150ને પાર પહોચી ગયો છે. અમદાવાદ શહેરનો સરેરાશ AQI 211 સુધી પહોચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકોમાં માટે હવે ભારે તકલીફો ઉભી થવાની છે. અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં સૌથી વધુ 343 AQI 343 આંક સુધી પહોચી ગયો છે. જેથી તે વિસ્તાર અત્યારે અમદાવાદ શહેરનો સૌથી વધારે પ્રદુષિત વિસ્તાર છે.
દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત
ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. મળતા આંકડાઓ પ્રમાણે પ્રદૂષણને કારણે શહેરના AQIમાં વધારો નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ AQI 232 નોંધાયો છે. જ્યારે ગઈકાલ કરતા આજે હવા વધુ પ્રદૂષિત બની છે. વિગતો પ્રમાણે સવારે પિરાણા પાસે AQI 343 નોધાયું હતું. જ્યારે દિલ્હીનું ઓવરઓલ પ્રદૂષણ 312 AQI નોંધાયું હતું. જેથી આંકડા પ્રમાણે અમદાવાદ શહેર દિલ્હી કરતા પણ વધારે પ્રદૂષિત શહેર બની ગયું છે.