Today Gujarati News (Desk)
શહેર ટ્રાફિક પોલીસ અત્યાર સુધી માત્ર ટ્રાફિકના 3 નિયમ તોડવા પર ઈ-મેમો આપતી હતી. પરંતુ હવે કુલ 16 જેટલા નિયમો તોડવા પર ઈ-મેમો ઘરે આવશે. અમદાવાદ શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામ કેમેરા ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને મેમો ફટકારવા માટે સક્ષમ છે.
કયા કયા નિયમો તોડશો તો ઇ-મેમો આવશે?
રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડવા
રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેસાડવા
BRTS કોરિડોરમાં વાહન ચલાવવું
ફોર વ્હિલર્સમાં કાળા કાચ અથવા ડાર્ક ફિલ્મ લગાવી હોય
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હોય
જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે
2 કરતાં વધારે લોકો ટુ-વ્હિલર્સ પર સવાર હશે
ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહીં હોય
રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ હશે
ફોર વ્હિલર્સમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય
બાઈક ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય
શહેરમાં નિયમ કરતાં વધારે વાહનોની સ્પીડ હોય
રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા હોય
નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરેલું હોય
ઇ-મેમો ન ભરનારા લોકો સામે કાર્યવાહી થશે
આ સાથે જ મહત્ત્વનું છે કે, અમદાવાદ પોલીસ ટૂંક સમયમાં જે લોકો ઈ-મેમો નથી ભરી રહ્યા તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.