Today Gujarati News (Desk)
રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયાના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા યુવકનુ મોત થયુ હતું. રાજ્યમાં 24 કલાકની અંદર જ બીજી ઘટના બની હતી. આ પહેલા સુરતમાં ગઈકાલે ક્રિકેટ રમી ઘરે પરત આવતા યુવકને ગભરામણ થઈ જથા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું.
સુરતમાં ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંત નામના યુવકને ગભરામણ થઈ જતા તેને પરિવારને જાણ કરી હતી ત્યાર બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. પ્રશાંત ભારોલીયા કેનેડામાં સીવીલ એન્જિયરીંગનો અભ્યાસ કરતો હતો. રાજ્યમાં 3 અઠવાડીયામાં રાજકોટના 4 અને સુરતના 2 યુવકોના મોત આ રીતે થયા હતા. રાજકોટમાં આ પહેલા પણ આવી જ એક ઘટનામાં યુવકનું મોત થયુ હતું. આ પહેલા શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. સુરતના યુવકના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આ લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.