Today Gujarati News (Desk)
હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ શનિવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,600 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,990 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,200 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 67,000 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 66,500 રૂપિયા છે. સોના અને ચાંદીના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો છે.
ગઈકાલ શુક્રવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,160 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,590 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 42,870 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 66,500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 66,000 રૂપિયા હતો. સોના અને ચાંદીના ભાવમાં અંશતઃ ઘટાડો નોંધાયો હતો.
સોનાના ભાવ રાતોરાત વધવા – ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ – પાથલ , સટ્ટાખોરી , ફુગાવો – મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ પી.એન.ગાડગીલના અર્જુન ઓડે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સ સામાન્ય દિવસોમાં સરેરાશ રૂ. 40 થી 50 કરોડનું સોનું વેચે છે.