Today Gujarati News (Desk)
શેરબજારમાં કમાણી માટેના શેર દરેક રોકાણકારો સતત શોધતા રહેતાં હોય છે. ત્યારે માર્કેટ એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસ દ્વારા સલાહ આપવામાં આવેલા શેરમાં તમને કમાણીના ચાન્સ વધી જાય છે. આજે પણ આપણે એવા જ એક શેર વિશે વાત કરી રહ્યા છે. ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની TEECના શેરમાં હાલના સ્તરેથી લગભગ 90 ટકા જેટલી તેજીની શક્યતા છે. બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે ગુરુવાર 16 ફેબ્રુઆરીએ એક રિપોર્ટમાં આ બાબતે સલાહ આપી હતી.
બ્રોકરેજ ફર્મે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ટેક્નો ઈલેક્ટ્રિકનો રેવન્યુ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટ્યો છે. પરંતુ આ એકવાર લાગતો ઝટકો છે જ્યારે કંપનીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આ દરમિયાન શુક્રવારે ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપનીના શેરમાં 0.89ના ઉછાળા સાથે 361 રુપિયા પર બંધ થયો છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે પોતાના અહેવાલમાં કહ્યું કે, ‘એક્ઝેક્યુશનમાં મજબૂત તેજી, વિન્ડ એનર્જી એસેટ્સમાં વેચાણ અને ડેટા સેન્ટરના બિઝનેસમાં કંપનીની એન્ટ્રીથી આવનારા ક્વાર્ટરમાં કંપનીનું આર્થિક પ્રદર્શન મજબૂત રહેવાની પૂરી શક્યતા છે.’ બ્રોકરેજ હાઉસે કહ્યું કે આ તમામ વાત જોતા અમે સ્ટોક પર પોઝિટિવ બન્યા છે અને તેના પર પોતાનું બાય રેટિંગ યથાવત રાખ્યું છે.
આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે ટેક્નો ઈલેક્ટ્રિકના શેર્સ માટે 500 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. જે તેના નાણાકીય વર્ષ 2025ના અંદાજીત પીઈના 19 ગણો છે. સાથે જ તે તેના હાલના બજાર ભાવ કરતાં લગભગ 89.61 ટકા વધારે છે.