Today Gujarati News (Desk)
સ્ટાર્સ: પોલ રુડ, કેથરીન ન્યૂટન, ઇંવાગેલિન લીલી, માઈકલ ડગ્લસ, મિશેલ ફિફર અને જોનાથન મેજર્સ
એન્ટ-મેન એન્ડ ધ વેસ્પ: ક્વન્ટમેનિયા કદાચ અપેક્ષાઓ પર ખરી ન પણ ઉતરી શકે, પરંતુ જો તમે માર્વેલના ફેન છો તો તમે આ ફિલ્મ નિહાળી શકો છો. માર્વેલ યુનિવર્સ ની ફિલ્મો એકબીજા સાથે જોડાયેલી છે.
‘એન્ટ-મેન એન્ડ ધ વેસ્પઃ ક્વન્ટમેનિયા સ્ટોરી સાન ફ્રાન્સિસ્કોમાં શરૂ થાય છે. સ્કોટ લેંગ (પોલ રુડ) હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે અને તેમની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. તે તેની પુત્રી સાથે સમય વિતાવે છે, તેની પત્ની સાથે રોમાંસ કરે છે અને માતા-પિતા સાથેના તેના બોન્ડને મજબૂત બનાવે છે.
સ્કોટની પુત્રી કેસી લેંગે (કેથરીન ન્યુટન) મોટી થઈ ગઈ છે અને સાઇન્સમાં પણ ધૂમ મચાવી રહી છે. તેણે પણ તેના પિતાની જેમ એન્ટ-મેન સૂટ અને સાઇન્સનો ઉપયોગ કર્યો છે. જો કે, તે દરમિયાન, તેણી એક ગડબડ થઇ જાય છે.
જે સ્કોટ લેંગ, કેસી,હોપ, હેન્ક, જેનેટને ક્વોન્ટમ રેલ તરફ દોરી જાય છે. વિલન ‘કાંગ ધ કોન્કરર’ ક્વોન્ટમ ક્ષેત્રમાં છે.
શું એન્ટ-મેન અને તેની ટીમ કાંગને રોકી શકશે? કાંગ કેવી રીતે બન્યો? તે ક્વોન્ટમ ક્ષેત્રમાં કેવી રીતે ફસાઈ ગયો? જેનેટનું કાંગ સાથે શું કનેક્શન છે? આવા ઘણા પ્રશ્નો માટે તમારે ‘એન્ટ-મેન એન્ડ ધ વેસ્પઃ ક્વોન્ટુમેનિયા’ જોવી પડશે.
એન્ટ-મેન એન્ડ ધ વાસ્પ: ક્વાન્ટમેનિયાની સાથે જ માર્વલના ફેઝ 5 ની શરુત થઇ જાય છે. બિલ પોપ દ્વારા સિનેમેટોગ્રાફી બેસ્ટ છે અને આકર્ષક સંગીતનો શ્રેય ક્રિસ્ટોફી બેકને જાય છે. ફિલ્મની સ્ટોરી આ વખતે એકદમ સિમ્પલ છે, જે દેશી દર્શકો માટે સારી વાત છે. એટલે કે તમારે વધારે વિચારવાની જરૂર નહી પડે. ફિલ્મમાં એક વાત ખૂબ જ રમુજી છે કે, વિલનને દર્શાવતા પહેલા જે રીતે તેના પાત્રને બિલ્ડ અપ કરવામાં આવ્યુ છે તે દર્શકોને પસંદ આવે છે. Ant-Man 3 એ વિઝ્યુઅલ ટ્રીટ છે, જે હવે માર્વેલ મૂવીઝ માટે સામાન્ય છે. જો કે આપણે આના કરતાં વધુ સારી વિઝ્યુઅલ માસ્ટરપીસ ફિલ્મો જોઈ છે, એન્ટ મેન 3 અહીં પણ ઓછી સાબિત થાય છે.
આ ફિલ્મનું દિગ્દર્શન પીટન રીડ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘એન્ટ-મેન એન્ડ ધ વેસ્પ’નું દિગ્દર્શન કર્યું છે, જો કે તે આ વખતે જૂના જાદુને કામ કરવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા નથી. ફિલ્મ લગભગ 2 કલાકની છે, એટલે કે ફિલ્મને ખેંચવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી, જેના કારણે ફિલ્મનો દરેક સીન જોડાયેલો લાગે છે અને કંઈપણ બિનજરૂરી નથી લાગતું.