Today Gujarati News (Desk)
આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામના ઉદ્દેશ્યથી સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સરસ મેળો આજથી 27 ફેબ્રુઆરી સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદનની પાછળ ચાલશે.
આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામના ઉદ્દેશ્યથી સરસ મેળોનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત રાજ્યમાંથી 100 તેમજ રાજ્ય બહારના 50 સ્ટોલ ધારકો જોડાયા છે. આ સરસ મેળોમાં કલ્ચરલ કાર્યક્રમો, લાઈવ ફુડ સ્ટોલ, આર્ટિસન સ્ટોલ્સ, બાળકો માટે એક ગેમ જોન, હસ્તકલા ઉદ્યોગ, હેન્ડલુમ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ તેમજ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
સરસ મેળોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને ગામને આત્મનિર્ભર બનાવવાનો છે
આ ઉપરાંત સરસ મેળોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ સાથે સાથે ગામ આત્મનિર્ભર બને તે માટેનો છે. તેમજ મહિલાઓ અને ગામને પ્રોત્સાહન માટે આ સ્ટોલમાથી બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ સેલર, બેસ્ટ ઈનોવેટિવ કરવાવાળા સ્ટોલ્સને પુરસ્કૃત કરવામાં આવશે. આ ઉપરાંત આ મેળામાં ડિજિટલ પેમેન્ટને વધુ મહત્વ આપવામાં આવ્યુ છે.