Today Gujarati News (Desk)
અહીં ઉલ્લેખનિય છે કે, મારપીટની આ ઘટના 42 વર્ષના ગેંદલાલ સાથે બની છે. સોગારપુરના રહેવાસી ગેંદલાલની પત્ની રાની યાદવ એએસપી મુકેશ વૈશ્યને ફરિયાદી અરજી આપી છે. રાનીએ જણાવ્યું કે, ગેંદલાલ જ્યારે મજૂરી કરીને ઘરે આવી રહ્યો હતો, ત્યારે વિપિન યાદવ, કમલી યાદવ અને દિનેશ તેમના ધોકા લઈને તૂટી પડ્યા હતા.
રાનીએ આરોપ લગાવ્યો છે કે, મારનારા લોકોએ તેના પતિના રૂપિયા પણ છીનવી લીધા, ત્યાર બાદ આરોપી ભાગી ગયા. ઘાયલ પતિ રસ્તા પર પડ્યો પડ્યો તડપી રહ્યો હતો. ત્યાંથી પસાર થતાં અમુક ગામના લોકોની નજર તેના પડી.
કેમ કે, ગામવાળા તેને જાણતા હતા, તો તેને તુરંત પરિવારને ખબર કરી, ઘરવાળા આવ્યા અને તેને હોસ્પિટલે લઈ ગયા. જ્યાં તેને ભરતી કરાવ્યો. જાણવા મળ્યું કે, હાથ પગ તૂટી ગયા છે. ડોક્ટરે દરેક જગ્યાએ પ્લાસ્ટર બાંધી દીધો.
રાની યાદવનો આરોપ છે કે, તે આ બાબતની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવી છે. પણ સોહાગપુર પોલીસે આરોપી વિપિન યાદવ, કમલી યાદવ અને દિનેશ પર મારપીટની મામૂલી કલમો લગાવી દીધી. પોલીસની કાર્યવાહીથી સંતોષ ન થતાં રાની યાદવ પતિને પીઠ પર ઉપાડીને એસપી ઓફિસે પહોંચી ગઈ.
અધિક પોલીસ અધિક્ષક મુકેશ વૈશ્યનું કહેવુ છે કે, પીડિત ઘાયલ અવસ્થામાં ફરિયાદ કરવા આવ્યા હતા. ફરિયાદકર્તાએ ફરિયાદને સંબંધિત અધિકારી સાથે વાત કરી. રાની યાદવને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.