Today Gujarati News (Desk)
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો છે. આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે અને આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કરશે.
ગુજરાતના અંબાજીના ગબ્બર પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે. આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કરશે. આજે ભક્તોની ભીડને ધ્યાને રાખીને આ મહોત્સવને એક દિવસ લંબાવાયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ 16મી તારીખે મહોત્સવ પૂર્ણ થવાનો હતો હવે 17મી તારીખે મહોત્સવ પૂર્ણ થશે. અત્યાર સુધી આ આસ્થાના મહાકુંભમા લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. આ મહોત્સવને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત આપી હતી.