Today Gujarati News (Desk)
કોરોના મહામારીને લગભગ ૩ વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને દુનિયાભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે પણ આ મામલે અત્યાર સુધી એ વાતના પુરતાં પુરાવા મળ્યા નથી કે ફેસ માસ્ક લગાવી લેવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે કે નહીં? આ મામલે સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)એ શરૂઆતના તબક્કામાં દાવો કર્યો હતો કે ફેસ માસ્ક જરૂરી નથી પણ એપ્રિલ 2020 આવતા આવતા તેણે લોકોને માસ્ક પહેરવાનું કહી દીધું હતું.
એક અહેવાલ અનુસાર CDCના નિર્દેશક ડૉ. રોબર્ટ રેડફીલ્ડે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે ફેસ માસ્ક જ આપણી પાસે ઉપલબ્ધ સૌથી શક્તિશાળી સ્વાસ્થ્ય હથિયાર છે. તેના પછી ટૂંક સમયમાં જ દુનિયાભરમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું. જ્યારે હવે દુનિયાભરની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓના 12 રિસર્ચરોના નેતૃત્વમાં કરાયેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે કોરોનાને ફેલાતો રોકવામાં માસ્ક પહેરવાની ભૂમિકા સામાન્ય કે નહીંવત પ્રમાણમાં રહી છે. એટલે કે કોરોનાને રોકવામાં માસ્કની કોઈ ભૂમિકા રહી જ નથી.
આ રિસર્ચ કોચરેન લાઈબ્રેરીએ પ્રકાશિત કર્યું છે
આ રિસર્ચ કોચરેન લાઈબ્રેરીએ પ્રકાશિત કર્યું છે અને તે હેઠળ રિસર્ચ માટે 78 નિયંત્રિત ટ્રાયલ કરાઈ હતી કે શું શારીરિક રોકથામ એટલે કે ફેસ માસ્ક અને હાથ ધોતા રહેવાથી કોરોના વાઈરસનો ફેલાવો અટક્યો કે ઘટ્યો? સ્લેટ રિપોર્ટ અનુસાર કોચરેન રિસર્ચને દુનિયાભરમાં એવિડેન્સ બેઝ્ડ મેડિસિનનું શાનદાર માપદંડ માનવામાં આવે છે. આ રિસર્ચ દરમિયાન કોરોનાને રોકવામાં માસ્ક પહેરવા કે નહીં પહેરવની ભૂમિકાઓની તુલના નહોતી.