Today Gujarati News (Desk)
દુનિયાભરમાં કેટલા પ્રકારના જીવો રહે છે તે આપણે નથી જાણતા. એક સમય હતો જ્યારે વિશાળકાય ડાયનાસોર જેવા જીવો પણ પૃથ્વી પર રહેતા હતા. ઘણા એવા જીવો છે કે, જેના પર આપણે એક યા બીજી રીતે નિર્ભર છીએ. આવું જ એક પ્રાણી છે બ્લુ બ્લડ વાળો કરચલો.વિશ્વના ઘણા લોકો જાણતા નથી કે, તેમનું સ્વાસ્થ્ય આ બ્લુ બ્લડવાળા કરચલા પર આધારિત હોઈ શકે છે. દેખાવમાં, તે કરોળિયા અને વિશાળ કદના લૂઝ જેવા પ્રાણી વચ્ચેની એક પ્રજાતિ છે. હોર્સશૂ કરચલાઓ પૃથ્વી પર ડાયનાસોર કરતાં પણ જૂના છે. તેઓ આ ગ્રહ પર ઓછામાં ઓછા 450 કરોડ વર્ષોથી છે.
એટલાન્ટિક હોર્સશુ ક્રેબ્સ વસંતથી મે-જૂન દરમિયાન ઉચ્ચ ભરતી દરમિયાન દેખાય છે. આ પ્રાણીએ અત્યાર સુધી લાખો લોકોના જીવ બચાવ્યા છે. વૈજ્ઞાનિકો 1970ના દાયકાથી આ પ્રાણીના બ્લડ ઉપયોગ તબીબી સાધનો અને દવાઓના જીવાણુ રહિત હોવાની તપાસ માટે કરી રહ્યા છે. આ પ્રાણીનું લોહી જૈવિક ઝેર માટે ખૂબ જ સંવેદનશીલ છે. દર વર્ષે લગભગ 50 મિલિયન એટલાન્ટિક હોર્સશૂ કરચલાઓ બાયોમેડિકલ ઉપયોગ માટે પકડાય છે. તેના એક લીટર બ્લડની કિંમત 11 લાખ રૂપિયા સુધી છે.
આ જીવનું બ્લડ બ્લુ રંગનું હોય છે. તેના બ્લડમાં કોપર હોય છે. જેના કારણે તેના બ્લડનો રંગ વાદળી હોય છે. તેના બ્લડમાં એક ખાસ રસાયણ હોય છે, જે બેક્ટેરિયાની આસપાસ એકઠા થઈને તેમને કેદ કરી દે છે. આ રીતે તેમનું બ્લડ કાઢવામાં આવે છે
આ રીતે તેમનું લોહી કાઢવામાં આવે છે
આ કરચલાઓના છીપમાં તેમના હૃદયની નજીક એક છિદ્ર બનાવીને ત્રીસ ટકા લોહી બહાર કાઢવામાં આવે છે. આ પછી કરચલાઓને તેમની દુનિયામાં પાછા છોડી દેવામાં આવે છે. જો કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે, 10થી 30 ટકા કરચલાઓ આ પ્રક્રિયામાં મૃત્યુ પામે છે, અને બાકીની માદા કરચલાઓ પ્રજનનમાં પડકારોનો સામનો કરે છે.
દુનિયામાં માત્ર ચાર જ પ્રજાતિઓ બચી છે
નિષ્ણાંતોના મતે હાલમાં વિશ્વમાં હોર્સ શૂ કરચલાની ચાર પ્રજાતિઓ બચી છે. બાયોમેડિકલ સેક્ટરમાં ઉપયોગ માટે વધુ પડતા માછીમારી અને માછલીના ખોરાક તરીકે તેમજ પ્રદૂષણને કારણે ચારેય પ્રજાતિઓ પણ પડકારોનો સામનો કરી રહી છે.