Today Gujarati News (Desk)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે, અમે ત્રિપુરાની સ્થિતિ બદલવા માટે ‘ચલો પલટાઈ’ નારો આપ્યો હતો અને આજે અમે પરિસ્થિતિ બદલી છે. અમે એક સારું બજેટ પણ આપ્યું છે. ત્યાં ભડકતી હિંસાનો પણ અમે અંત લાવ્યો છે. ડ્રગ્સના વેપાર પર કડક કાર્યવાહી કરી છે.
G-20નો શ્રેય નરેન્દ્ર મોદીને જરૂરથી મળવો જોઈએ: અમિત શાહ
અમિત શાહે આજે તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો ભારતને PM નરેન્દ્ર મોદીના સમયમાં G-20નું નેતૃત્વ મળ્યું છે અને G-20નો સફળતાથી અંત થાય છે તો PM મોદીને તેની ખ્યાતિ મળવી જ જોઈએ. જો ઉત્પાદન સારું હોય તો તેનું માર્કેટિંગ ખૂબ જ ધામધૂમથી કરવું જોઈએ.આ રીતે પોતાની વાત રાખી હતી.
અદાણી વાત પર અમિત શાહે આપ્યો જવાબ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલે તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, પરંતુ આમાં ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ પાસે સાબિત હોય કોઈ વસ્તુની તો જરૂરથી તેને કોર્ટમાં જવું જોઈએ.
શહેરોના નામ બદલવા મુદ્દે કરી વાત
જો આપણે આ દેશની પરંપરા સ્થાપિત કરવી હોય તો કોઈને શું વાંધો હોઈ શકે. એક પણ શહેર એવું નથી કે જેનું જૂનું નામ બદલાયું ન હોય. અમારી સરકારોએ આ અંગે ઘણું વિચારીને નિર્ણયો લીધા છે અને દરેક સરકારને આ કાયદાકીય અધિકાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે 2023માં યોજાનારી રાજ્યની ચૂંટણી, અદાણી-હિંડનબર્ગ કેસ, PFI પ્રતિબંધ, સંસદમાં વિક્ષેપ, આંતરિક સુરક્ષા, 2024ની લોકસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.