Today Gujarati News (Desk)
ભારતીય બુલિયન માર્કેટ (Indian bullion market) માં સોમવારે સોનાના ભાવમાં (Gold Rate Today) વધારો થયો છે. ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે (Silver Rate Today). 10 ગ્રામ સોનું મોંઘુ થઈને 56,982 રૂપિયા થઈ ગયું છે. એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને હવે તે 66,802 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 114 રૂપિયાના વધારા સાથે 56,982 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આજે ચાંદી કેટલે પહોંચ્યુ?ચાંદીનો ભાવ રૂ. 319 ઘટીને રૂ. 66,802 પ્રતિ કિલો પર બંધ થયો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીમાં હાજર સોનાના ભાવ રૂ. 114 વધીને રૂ. 56,982 પ્રતિ 10 ગ્રામ થયા હતા.”
આ પણ વાંચો: ખેડૂતોએ વાવેતરની પદ્ધતિ બદલી, તરબૂચ તથા શક્કર ટેટી વાવ્યા, જુઓ VIDEO
વિદેશી બજારોમાં સોનામાં ઘટાડો
વિદેશી બજારમાં સોનું નીચામાં 1,863.10 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 21.97 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
માત્ર એક મિસ્ડ કોલ દ્વારા જાણો સોનાનો દર!
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.
જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાંથી રૂ. 199 કરોડ ઉપાડવામાં આવ્યા હતા
નોંધપાત્ર રીતે, શેરબજારોની તેજીનો લાભ લેવા માટે, રોકાણકારોએ જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાંથી રૂ. 199 કરોડ પાછા ખેંચ્યા હતા. આ સાથે GOld ETFમાંથી ઉપાડનો આ સતત ત્રીજો મહિનો હતો. SIP માં વિક્રમી આવક વચ્ચે રોકાણકારો અન્ય સેગમેન્ટની સરખામણીમાં શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.