Today Gujarati News (Desk)
આમતો દેશમાં ઘણી જગ્યાઓ પર અતિક્રમણ જોવા મળી જાય છે પરંતુ આ કેસમાં તો ભગવાનના મંદિરને જ અતિક્રમણ કરનાર ગણાવી દેવાયો છે. આ મામલે રેલવે દ્વારા આ અતિક્રમણને ખસેડી દેવા માટે નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. આ મામલે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાનો છે.
મામલો ત્યારે વધારે ચર્ચામાં આવી ગયો જ્યારે હનુમાનજીના મંદિરને નોટિસમાં મકાન ગણાવી દેવાયું હતું. નોટિસમાં લખ્યું હતું કે આ જમીન પર બજરંગ બલીએ કબજો કરીને તેમનું મકાન બનાવ્યું છે અને ફક્ત 7 દિવસમાં જમીન ખાલી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.
આ મામલો મુરૈના જિલ્લાના સબલગઢનો છે. અહીં ગ્વાલિયર-શિયોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે, જેમાં રેલ્વે ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. તેના કારણે રેલ્વે ટ્રેકના રસ્તામાં આવતા બધા જ અતિક્રમણને હટાવામાં આવી રહ્યા છે. જેમાં થોડાક મકાનો અને બજરંગ બલીનું મંદિર આ અતિક્રમણની શ્રેણીમાં આવે છે.
શ્રી બજરંગ બલી,
તમને જાણ કરવામાં આવે છે કે તમે સંબલગઠમાં મકાન બનાવીને રેલ્વેની જમીન પર અતિક્રમણ કર્યો છે. નોટિસ મળવાના 7 દિવસની અંદર તમારે આ જમીન પર કરેલું અતિક્રમણ હટાવીને રેલ્વેની જમીન ખાલી કરવી, અન્યથા તમારા દ્વારા કરાયેલું અતિક્રમણ પ્રશાસન દ્વારા હટાવામાં આવશે. તેના ખર્ચા માટે તમે જવાબદાર હશો.
ભૂલથી બજરંગ બલીનું નામ લખાયું હતું
આ નોટિસ જાહેર થતા જ તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા જ ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનના જનસંપર્ક અધિકારી મનોજ કુમાર સિંહે બયાન આપતા કહ્યું કે, ‘નોટિસમાં ભૂલથી મંદિરના બદલે મકાન લખાયું હતું અને મંદિરના પુજારીના બદલે બજરંગ બલીનું નામ લખાયું હતું’. હવે તેમાં સુધાર કરી દેવામાં આવ્યો છે અને અતિક્રમણની નોટિસ હવે મંદિરના પુજારી હરિશંકર શર્માને મોકલવામાં આવી છે.