Today Gujarati News (Desk)
શનિવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 57,729 અને 3% જી.એસ.ટી સાથે 59,460 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,840 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 45,820 રૂપિયા છે. જ્યારે ચાંદીના ભાવમાં આજે પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. પરંતુ આજ રોજ સોનાના ભાવમાં અંશત વધારો નોંધાયો છે.
ગઈકાલ શુક્રવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 57,476 અને 3% જી.એસ.ટી સાથે 59,200 રૂપિયાની સપાટીએ પહોંચેલો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,620 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 45,630 રૂપિયા હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ચાંદીનો ફિક્સ ભાવ રહ્યાં નથી, કારણ કે ચાંદીના ભાવમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે.
સોનાનાં ભાવ રાતોરાત વધવા – ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ – પાથલ , સટ્ટાખોરી , ફુગાવો – મંદી સહિત વૈશ્વિકસ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ ગિરીશ ગણદેવીકરે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સો સામાન્ય દિવસોમાં સરેરાશ રૂપિયા 40 થી 50 કરોડનું સોનું વેચે છે.