Today Gujarati News (Desk)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઓડિશામાં રમા દેવી મહિલા યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારતમાં મહિલાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ હવે કોઈ સૂત્ર નથી પણ તે મહદઅંશે હકીકત બની ગયું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદીએ તેમના સ્કૂલના શિક્ષણ વિશે માહિતી આપી
દીક્ષાંત સમારોહને સંબોધતા મુર્મૂએ તેમના વીતેલા દિવસો યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભુવનેશ્વરના યુનિટ-ર ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ચાર વર્ષ સુધી આ સંસ્થાનમાં અભ્યાસ કર્યો હતો. તે સમયના શિક્ષકોનો પ્રેમ અને સ્નેહ ભૂલી શકાય તેમ નથી. હું આજે પણ મારા અનેક સહપાઠીઓના સંપર્કમાં છું અને આ મહાન શિક્ષણ સંસ્થાન તેમના જીવનમાં હંમેશા પ્રેરણાનું સ્ત્રોત રહી છે.
President Droupadi Murmu addressed the 2nd Convocation of Rama Devi Women’s University at Bhubaneswar today. https://t.co/hH5lnfM5Af pic.twitter.com/TPB3LWE4IE
— President of India (@rashtrapatibhvn) February 10, 2023
વિદ્યાર્થિનીઓને સંબોધ્યા
વિદ્યાર્થિનીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે વિદ્યાર્થિની તરીકે એટલે કે મહિલાઓના પ્રતિનિધિ તરીકે ગર્વ મહેસૂસ કરવો જોઇએ. ભારતમાં મહિલાઓએ યુગોથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પરિવારના મેનેજમેન્ટથી લઈને દેશના શાસન સુધી સાહિત્ય, સંગીત અને નૃત્યથી લઈને નેતૃત્વ સુધી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની તાકાત સાબિત કરી છે. મહિલા સશક્તિકરણ હવે એક સૂત્ર નથી પણ તે મહદઅંશે એક હકીકત બની ગયું છે.
પહેલીવાર મહિલા સાંસદોની સંખ્યા 100ને વટાવી ગઈ
છોકરીઓે ફક્ત છોકરાઓની સમાન જ રહી નથી પણ અમુક ક્ષેત્રોમાં તે છોકરાઓથી આગળ પણ નીકળી ગઈ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. આ ખુશીની વાત છે કે પંચાયતથી લઈને સંસદ સુધી તમામ લોકશાહી સંસ્થાનોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. આ આપણા લોકતંત્રની એક મોટી સિદ્ધી છે કે પહેલીવાર મહિલા સાંસદોની સંખ્યા 100ને વટાવી ગઈ છે.