Today Gujarati News (Desk)
-નવી જંત્રી અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય…
-નવી જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રખાયો…
-નવી જંત્રી 15 એપ્રિલથી થશે લાગુ..
-સરકારની સંવેદનાઓ કરોડો ગુજ્જુ પ્રજાએ આવકારી
ટુડે ગુજરાતી ન્યુઝ,ધ્રુવ પરમાર /ગુજરાતમાં સરકારનો જંત્રી ભાવમાં ડબલ વધારો વિવાદનું કેન્દ્ર બન્યો હતો.જંત્રીના ડબલ ભાવ બિલ્ડરો તથા રાજ્યભરના નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો હતો. આ અંગે રાજ્યભરમાંથી ઉઠેલા વિરોધને પગલે આખરે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. જે મુજબ જંત્રી દરમાં કરાયેલો વધારો હવે તારીખ 15 એપ્રિલ, 2023 થી અમલી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. 15 એપ્રિલ, 2023 થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. તદ્દઅનુસાર ,રાજ્યમાં આગામી 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી 15 એપ્રિલ 2023 બાદ થી અમલી કરવામાં આવશે.તેવી અધિકૃત જાહેરાત પણ મુખ્ય મંત્રીએ કરી છે.
બિલ્ડરોની ન્યાયિક અને હકકની લડાઈ ની જીત : દિનેશભાઈ સૈની,બિલ્ડર
સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ નાં જંત્રી ભાવ વધારા ના નિર્ણય ને મોકૂફ રાખવાની જાહેરાત થી અમો સરકારનો આભાર માનીએ છીએ.સરકાર સામે અમો બિલ્ડરોની ન્યાયિક લડાઈ ને હાલ ન્યાય મળ્યો છે,તેવું જણાવી ખાસ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ મો સમગ્ર ગુજરાત ના બિલ્ડર એસોસિયેશન વતી ઉત્તર ગુજરાત ના જાણીતાં બિલ્ડર દિનેશભાઈ સૈની એ આભાર પણ માન્યો હતો.
ગુજરાત સહિત અમદાવાદના બિલ્ડરો નું ડેલિગેસન સતત સીએમ સાથે હતું સંકલનમાં ..
ગુજરાત માં રાતોરાત જંત્રી ડબલ કરી દેતા ગુજરાતભરના બિલ્ડર અકળાયા હતા. ક્રેડાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. સાથે જ નવી જંત્રી 1 મે થી લાગુ કરવા ડેવલપર દ્વારા સરકારને માંગ કરાઈ હતી. તેમજ જંત્રીમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવા પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજુઆત કરી હતી. સાથે જ પ્રજાના માથા પર પણ આ ભાર વધારે હતો. જંત્રીનો ભાવ ડબલ થઈ જતા તેઓને સીધા ડબલ રૂપિયા ચૂકવવાના થાત. તેથી ગુજરાતભરના નાગરિકો માટે આ રાહતના સમાચાર છે.
જંત્રી ડબલ ભાવ વધારાના પ્રથમ સર્વે કરવો જરૂરી – એક્સપર્ટ ઓપીનીયન
આ નિર્ણયમાં એક્સપર્ટ ઓપીનિયન જોઈએ તો ગુજરાત માં જંત્રીમાં વધારા પહેલા સરવે કરવો જોઈતો હતો.રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા હતા. જે માટે ગુજરાત ક્રેડાઈ દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક બોલાવાઈ હતી. ક્રેડાઈના ઉપ પ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું હતું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો તેનો વાંધો નથી, પરંતું રાતો રાત વધારો ઝીંકી દેવામાં આવ્યો તેની સામે વાંધો છે. જંત્રીમાં ભાવ વધારા પહેલા સર્વે કરવો જોઈતો હતો. બિલ્ડરો અને લોકોને સમય મર્યાદા આપવી જોઈએ. તાત્કાલિક જંત્રીના ભાવ ડબલ કરતા બિલ્ડરો અને મિલકત ખરીદનારા લોકોને મુશ્કેલી થશે. બિલ્ડરોને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોમાં નુકસાની વેઠવી પડશે. જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો અટક્યા છે. તેથી બિલ્ડર એસોસિએશન રાજ્ય સરકારમાં રજૂઆત કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહુ પ્રથમ બાહુબલી ભૂમિકામાં જંત્રી ભાવ વધારો મોકૂફ મો જાહેર કર્યો હતો નિર્ણય …
સરકાર નાં જંત્રીનો નિર્ણય લાગુ કરવાનો સૌથી પહેલો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોકૂફ કર્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુધારા સાથેનું બજેટ રજૂ થયું હતું. જેમાં રાજ્ય સરકારે મંજૂર કરેલી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સના હેતુસર નહીં કરવામાં આવશે. રાજ્ય સરકારે મંજુર કરેલી જંત્રીનો 3 વર્ષ સુધી અમલ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.આમ AMC અમદાવાદીઓ પડખે રહ્યું હતું.