Today Gujarati News (Desk)
રીના પરમાર ,ટુડે ગુજરાતી ન્યુઝ,બનાસકાંઠા
બનાસકાંઠાના દાંતીવાડા નજીક વાધરોલ ગામ પાસે એક ગોજારી અકસ્માતની ઘટનામાં ચાર કમભાગી લોકોના મોત થયા છે.આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી એક મોટરસાયકલ તેમજ એક કારને ટક્કર મારી હતી.જેમાં મોટરસાયકલ પર ત્રણ લોકો સવાર હતા. જ્યારે કારમાં પિતા અને પુત્રી સવાર હતા.જોકે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે કારમાં સવાર-પિતા અને પુત્રી ઘાયલ હતા.જેમાં પુત્રીનું મોત થયું હતું.આમ હિટ એન્ડ રનની આ કરુણાંતિકા માં ચાર લોકોના મોત થયા છે.જેમાં દાંતીવાડા પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે.
અકસ્માત ગ્રસ્ત કાર અને મોટર સાઇકલ |
હિટ એન્ડ રનની હોવાનું અનુમાન અને પુરાવો – એસ ડી ચૌધરી,પીએસઆઈ
આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓ નાં મોત થયા છે.પ્રાથમિક અનુમાન મુજબ આ અકસ્માત ઓવરટેક દરમ્યાન બન્યો હોઇ સકે,જેમાં મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકો માર્યા ગયા છે.જ્યારે કાર માં સવાર એક બાળકી નું પણ મોત થયું છે.કાર સવાર પિતા ઘાયલ છે.પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના હિટ એન્ડ રન ની હોઇ શકે તેવું લાગે છે.જોકે ઘાયલ કાર ચાલક હોશમાં આવ્યા બાદ તેમનાં નિવેદન બાદ સ્પષ્ટ થશે કે ત્રીજું વાહન કયું હતું.જે પણ અપરાધી હસે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે .