Today Gujarati News (Desk)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ધ્રુવ પરમાર ,તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. તુર્કીમાં છેલ્લા 36 કલાકમાં પાંચમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) અનુસાર, પૂર્વીય તુર્કી ક્ષેત્રમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર 46 કિમી (28.58 માઇલ) ની ઊંડાઇએ હતું. આજે સવારે પણ મધ્ય તુર્કીમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ આંચકા યથાવત રહેતાં ખતરો પણ યથાવત..
વિડિયો સૌજન્ય -Insider news
તુર્કી-સીરિયામાં ભૂકંપના આંચકાએ પુનઃ તબાહી મચાવી છે.તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પણ તુર્કી અને સીરિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 7.8ની તીવ્રતાના ભૂકંપમાં બંને દેશોમાં હજારો લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ચાર હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીમાં 7.8, 7.6 અને 6.0ની તીવ્રતાના સતત ત્રણ ભૂકંપ આવ્યા હતા.
મોત નો આંકડો રાહત – મદદ,કાટમાળ હટાવ્યાં બાદ વધે તેવી શક્યતા..
તુર્કીમાં આ વિનાશક ભૂકંપ માં અત્યાર સુધીમાં 5000 લોકોના મોત થયા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 5000 લોકોના મોત થયા છે. તુર્કી-સીરિયામાં વ્યાપક વિનાશ વચ્ચે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, અમે આપ ને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતે ભૂકંપ પ્રભાવિત તુર્કીમાં બે બચાવ ટીમ મોકલી છે.
ભારત ની પ્રથમ બચાવ ટીમ,રાહત સામગ્રી સાથે તુર્કી પહોચી ...
ભારતમાંથી ભૂકંપ રાહત સામગ્રીની પ્રથમ ટીમ આજે તુર્કી પહોંચી છે. પ્રથમ ટીમ યુપીના ગાઝિયાબાદના હિંડોન એરબેઝથી તુર્કી માટે રવાના થઈ હતી.5 હજારથી વધુના મોત તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં 5000થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સિવાય બંને દેશોમાં મોટું નુકસાન પણ થયું છે.જેમાં સોમવારે વહેલી સવારે બંને દેશોની સરહદ પર રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં જાનમાલનું નુકશાન થયું છે.
દુનિયાના તમામ દેશોએ શોક વ્યક્ત કર્યો ..
આ વિનાશક ભૂકંપ થી થયેલ ખાનાખરાબી થી વ્યથિત બનેલ ભારત સહિત અનેક દેશોએ શોક વ્યક્ત કર્યો છે.સીરિયા-તુર્કીમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના મોત પર વિશ્વના વડાઓએ શોક વ્યક્ત કર્યો છે. ભારતે સોમવારે કહ્યું કે તે સંકટની આ ઘડીમાં તુર્કીની મદદ કરવા તૈયાર છે.