Today Gujarati News (Desk)
અમદાવાદ સહિતના અનેક શહેરોમાં આવેલા કોલ સેન્ટરમાં અમેરિકા અને ઇગ્લેન્ડમાં વીમો રિન્યુઅલ કરવાના ેકે અન્ય સર્વિસના નામે કે ક્રિકેટ સટ્ટાના નામે એકઠા કરેલા રૂપિયા કોલ કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવે છે. બાદમાં આ નાણાં ભારતમાં મોલકવામાં આવે છે અથવા ભારતથી બીજા દેશોમાં મોકલવામાં આવે છે. ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂપિયા ૧૪૧૪ કરોડના હવાલાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ગૃહવિભાગે ફોરેક્સ લાયસન્સ ધરાવતી અન્ય એજન્સીઓૃ દ્વારા થતા લાખો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો તપાસવા આદેશ આપ્યો છે.બુકી રાકેશ રાજદેવ દ્વારા ૧૧ બનાવટી એકાઉન્ટની મદદથી રૂપિયા ૧૪૧૪ કરોડ રૂપિયા હવાલાથી દુબઇ મોકલવાની બાબત સામે આવતા હવે ગૃહ વિભાગ અને ઇકોનોમીક સેલ સક્રિય થયુ છે. જેમાં ગુજરાતમાં પ્રતિદિન થતા કરોડો રૂપિયાના હવાલાના કૌભાંડ સુધી પહોંચવા માટે રાજ્યના તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના આપી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોલ સેન્ટરથી વિદેશમાં કોલ કરીને એકઠા કરાયેલા થી કરોડો રૂપિયા ફોરેક્સ એજન્સી કે પ્રમાણિત ચાર્ટડ ેએકાઉન્ટ દ્વારા ડમી એકાઉન્ટ કે કોઇ અન્ય મોડ્સ ઓપરેન્ડીથી હવાલાના સ્વરૂપે ગુજરાતમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા પણ દુબઇ ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી હવે ગેરકાયદેસર રીતે થતા હવાલાના મુળ સુધી પહોંચવા માટે તમામ જિલ્લાના ટેકનીકલ અને સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદ લઇને કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.આ માટે ફોરેક્સના લાયસન્સનો દુરઉપયોગ કરીને હવાલાના નાણાં અલગ અલગ ેએકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ગુજરાતમાં પહોંચતા કરતા તત્વો નજર રાખવામાં આવશે. સાથેસાથે પોલીસને એવી પણ માહિતી મળી છે કે કેટલાંક ચાર્ટડ એકાઉન્ટ કાયદાની આાંટીઘુંટીનોે દુરપયોગ કરે છે. ત્યારે રાજ્યમાં નોંધાતી આ પ્રકારની ઇકોનોમિક ક્રાઇમની ફરિયાદો પણ નજર રાખવા ઇકોનોમીક સેલને જાણ કરવામાં આવી છે. જેમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રેકટીશ કરતા તત્વોના લાયસન્સ પણ રદ કરવાની દરખાસ્ત કરવા સુધીની કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આમ હવે ગુજરાતમાં ગેરકાયદેસર હવાલા કરતા તત્વો વિરૂદ્વ કાર્યવાહી કરવા માટે ઇકોનોમિક સેલ હરકતમાં આવ્યું છે.