Today Gujarati News (Desk)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પદ પરથી હટાવાયા હતા. ગુજરાત હાઈકોર્ટમાં તેમના હોદ્દાને લઈને એક પિટિશન કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચૂકાદા બાદ આસિસ્ટન્ટ કમિશનરને રેવન્યુ ઓફિસર પદે ઉતારી દેવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા બાદ આજે વડોદરાના આસિસ્ટન્ટ કમિશનર જિજ્ઞેશ ગોહિલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જિજ્ઞેશ ગોહિલના પદને લઈને હાઈકોર્ટમાં જિજ્ઞેશ સોલંકી દ્વારા વર્ષ 2018માં પિટિશન કરવામાં આવી હતી જેમા હાઈકોર્ટો ચૂકાદો આપતા રાજ્ય સરકારે તેને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો જેના પગલે VMCના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જિજ્ઞેશ ગોહિલને રેવન્યુ ઓફિસર તરીકે ફરજ બજાવવાની કામગીરી સોંપી હતી. આ પહેલા વર્ષ 2014માં પાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુક થઈ હતી.