Today Gujarati News (Desk)
તુર્કીયેમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કેઈ અને સીરિયામાં આજે 12 કલાકની અંતર બીજો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારતીય સમય મુજબ 4.00 વાગે ભૂકંપનો બીજો ઝટકો આવતા અફરાતફરી સર્જાઈ છે. બીજા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.6 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર એલ્બિસ્તાન હોવાના અહેવાલો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોનો મોત થયા છે. તુર્કેઈ અને સીરિયામાં અગાઉ 7.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ફરી 7.6નો ભૂકંપનો આંચકો આવતા ભારે જાનહાની સર્જાઈ છે. ભૂકંપના કારણે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. ભૂકંપના કારણે તુર્કીયેમાં અનકે ઈમારતો ધરાશાઈ થયી છે. સતત બીજો ભૂકંપ આવવાના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
In #Sanliurfa the moment a building collapsed recorded by mobile phone hours after 7.8 #earthquake hits Turkey. #deprem pic.twitter.com/YDc8DH9lbn
— JournoTurk (@journoturk) February 6, 2023
તૂર્કીયેમાં અગાઉ 7.8નો ભૂકંપ આવ્યો હતો
આજે તુર્કીયેમાં સવારે પણ 7.8નો જોરદાર ભૂકંપ આવ્યો હતો. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી રહી છે. અહેવાલો પરથી ઈઝરાઈલ અને લેબનાનમાં પણ મોતના આંકડા સામે આવવાની સંભાવના છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ગાજિયાટેપથી લગભગ 33 કિલોમીટર અને નુર્દગી શહેરથી લગભગ 26 કિલોમીટર દૂર હતું. આ 18 કિલોમીટર ઊંડાણમાં કેન્દ્રિત હતું. ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે. આ દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા તુર્કીના નાગરિકોને મદદનું આશ્વાશન આપ્યું છે.
ભૂકંપમાં તૂર્કીયેમાં હોસ્પિટલ ધરાશાઈ
સવારે આવેલા જોરદાર ભૂકંપમાં તુર્કીયેમાં એક હોસ્પિટલ પત્તાના મહેલની જેમ ધરાશાઈ તઈ ગઈ, જેમાં નવજાત સહિત ઘણા લોકોને બચાવાયા. તુર્કીના એક શહેર અડાનામાં એક વ્યક્તિએ જણાવ્યું કે, તેમના ઘરની પાસે આવેલી બિલ્ડિંગ એક ઝટકામાં ધરાશાઈ થઈ ગઈ.
NDRFની 2 ટીમો તુર્કેઈમાં મોકલશે ભારત
તુર્કેઈને તુરંત સહાય આપવા વડાપ્રધાન મોદીના નિર્દેશ પર PMના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ મહત્વની બેઠક યોજી. બેઠકમાં જણાવાયું કે, શોધખોળ અને રેસ્ક્યૂ અભિયાન માટે NDRF અને મેડિકલ ટીમ તુર્કેઈ મોકલવામાં આવશે. ઉપરાંત તુર્કેઈ માટે રાહત સામગ્રી પણ રવાના કરાશે. એનડીઆરએફની બે ટીમોમાં 100 જવાનો હશે, જેમાં ડૉદ સ્ક્વોડ પણ સામેલ છે. ઉપરાંત આ ટીમો જરૂરી ઉપકરણો પણ તેમની સાથે લઈ જશે. મેડિકલ ટીમમાં ડૉક્ટર, અન્ય સ્ટાફ અને જરૂરી દવાઓ હશે.