Today Gujarati News (Desk)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’ (IEW)નું ઉદ્ઘાટન કરશે. આ સમારોહ 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે.
પીએમ મોદીએ રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું કર્ણાટક જવા માટે ઉત્સુક છું. બેંગલુરુ પહોંચીને તેઓ ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’માં ભાગ લેશે. આ સાથે જ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ પરંપરાગત, બિન-પરંપરાગત ઉર્જા ઉદ્યોગો, સરકારો અને શિક્ષણવિદોના નેતાઓને એકસાથે લાવશે અને તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેની ચર્ચા કરશે. તેમાં વિશ્વભરના 30થી વધુ મંત્રીઓ ભાગ લેશે. આ ઉપરાંત ભારતના ઉર્જા ભવિષ્યના પડકારો અને તકોની ચર્ચા કરવા માટે 30,000 થી વધુ પ્રતિનિધિઓ, 1000 પ્રદર્શકો અને 500 સ્પીકર્સ એકસાથે આવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ગ્લોબલ ઓઈલ અને ઓઈલના સીઈઓ સાથેની વાતચીતમાં ભાગ લેશે. વડાપ્રધાન ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપશે. આ રેલી ગ્રીન એનર્જી માટે જનજાગૃતિ લાવવામાં મદદ કરશે.
મોદી ઈથેનોલ સાથે મિશ્રણ કરતું ઈંધણ E20 લોન્ચ કરશે
પીએમ ઈન્ડિયન ઓઈલની ‘અનબોટલ્ડ’ પહેલ હેઠળ યુનિફોર્મનું પણ લોન્ચ કરશે. મોદી ઈથેનોલ સાથે મિશ્રણ કરતું ઈંધણ E20 લોન્ચ કરશે. E20 ઈંધણને પેટ્રોલમાં 20 ટકા સુધી મિક્સ કરી શકાય છે. પીએમ તુમાકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટર ફેક્ટરી પણ સમર્પિત કરશે.