Today Gujarati News (Desk)
ખુદા હાફિઝ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય અને દ્રશ્યમ 2 ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શિવાલિકાની સાથે ગોવામાં 8-9 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે.
અભિષેક પાઠક અને શિવાલિકા ઘણા સમયથી એકબીજાને જાણે છે. બંનેની પહેલી મુલાકાત ખુદા હાફિઝ ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. લાંબો સમય ડેટ કર્યા બાદ શિવાલિકા અને અભિષેકે 24 જુલાઈ 2022એ સગાઈ કરી હતી. અભિષેકે શિવાલિકાને તુર્કીમાં રોમાન્ટિક અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.અભિષેક પાઠક બોલીવુડના દિગ્ગજ નિર્માતા કુમાર મંગત પાઠકના પુત્ર છે. શિવાલિકાએ પણ પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. બાદમાં શિવાલિકા એક્ટિંગ તરફ આગળ વધી. એક્ટ્રેસ પહેલીવાર 2019 માં ‘યે સાલી આશિકી’ માં જોવા મળી અને બાદમાં તે ‘ખુદા હાફિઝ’ ના બંને પાર્ટ્સમાં લીડ રોલમાં જોવા મળી.