Today Gujarati News (Desk)
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જયપુર મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં શરુ થયેલા ખેલ આયોજનો અને ખેલ મહાકુંભનો સિલસિલો એક મોટા પરિવર્તનનો પરિચાયક છે. રમતના મેદાનથી ક્યારેય કોઈ ખેલાડી ખાલી હાથ પાછો નથી ફર્યો.
રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છે
પીએમ મોદીએ કહ્યું કે આજના આ સમારોહમાં એવા અનેક ચહેરા હાજર છે જેમણે રમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે. ખેલાડીઓને સંબોધતા તેમણે કહ્યું કે રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છે. ઈતિહાસ સાક્ષી છે કે આ વીર ધરાની સંતાનો રણભૂમિને તેના શૌર્યથી રમતનું મેદાન બનાવી દે છે. એટલા માટે ભૂતકાળથી લઇને આજ સુધી જ્યારે દેશની રક્ષાની વાત આવે છે ત્યારે રાજસ્થાનના યુવા આગળ ઊભા હોય છે.
કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કરાવ્યું આયોજન
ખરેખર જયપુર મહાખેલનું આયોજન ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કરાવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ઓલિમ્પિક જેવી મોટી સ્પર્ધાઓમાં પણ હવે સરકાર સંપૂર્ણ તાકાત સાથે પોતાના ખેલાડીઓની પડખે ઊભી રહે છે.